આપ સોને જણાવતા આનંદ થાય છે કે દરેક જ્ઞાતિના લગ્ન ઉત્સુક યુવક - યુવતીઓ માટે અમે વેબસાઈટ નું આયોજન કરેલ છે. જેમાં યુવક અને યુવતી ની માહિતી જોઈ શકીશું. જેમાં આપ સર્વો તમારા દિકરા - દિકરી ની વિગત મૂકી શકશો.
હવે એક સવાલ એ થાય છે કે શું તમારા દિકરા - દિકરીના સંબંધ કરવા માટે તમે સમય મેળવી શકો છો? કદાચ જવાબ ના પણ હોય શકે. કેમ કે પહેલાના સમયમાં અત્યારના સમય ની જેમ ઝડપી યુગ નહતો. બધા લગભગ સયુંક્ત કુટુંબમાં રહેતા હતા. એટલે વડીલો દ્વારા આ કામ સરળતા થી થઇ શકતું હતું. હવે જમાનો ઝડપી બની ગયો છે. બધા પોતાની રીતે સ્વતંત્ર રહી નોકરી - ધંધા કરે છે. માટે સમયનો ખુબજ અભાવ છે. તો હવે તમે વિચારો કે આજ નો યુગ ઈન્ટરનેટ યુગ કહેવાય છે. ઘરબેઠા બધી વિગત આપણે જોઈ અને જાણી શકીએ છીએ. તમે વેબસાઈટ પર મૂકેલી વિગત દ્વારા પૂછપરછ પણ કરી શકો છો. માટે આપની લાગણીને માન આપીને અમે "ભારત સાથી" વેબસાઈટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મૂકેલ છે. જે તમે તમારા મોબાઇલ પરથી પણ જોઈ શકો છો. આ વેબસાઈટ માં યુવક - યુવતીઓ એકબીજાની પ્રાથમિક માહિતી જોઈ શકે છે. વધુ માહિતી મેળવવા માટે તેઓ અમારો સંપર્ક કરી શકે છે. અમે બંને પક્ષ ના વડીલો ને આ વાત જણાવીશું. જો યુવક અને યુવતી એમ બંને પક્ષ ના વડીલોની મંજૂરી હશે તો જ અમે માહિતી એકબીજાને મોકલીશું.
ભણતરની દર્ષ્ટિએ જોઈએ તો આપણા સંતાનોને તેમની ઈચ્છા અનુસાર ગમતું પાત્ર મેળવવું મુશ્કેલ બની જાય છે. તો આ વેબસાઈટ દ્વારા એટલું ચોક્કસ કહી શકાય કે સંતાનોને તેમની પસંદગી પ્રમાણે સમકક્ષ પાત્ર મેળવી શકશો.
"ભારત સાથી" પર તમે તમારા પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, કે કોઈ સગા-સંબંધી માટે પણ પ્રોફાઇલ બનાવી શકો છો.
અમે તમારા સહકાર ની અપેક્ષા રાખીએ છીએ. આવા ઝડપી જમાનામાં "ઘેર બેઠા ગંગા" જેવી અદ્યતન માહિતી પહોચાડી શકીએ અને તેમાં તમે બધા સહકાર આપો તેવી આશા રાખીએ છીએ.
- આભાર.